ભારત ગામડાઓ થી બનેલુ રાષ્ટ્ર છે, શ્રમ આધારિત અર્થવ્યવસ્થા અને જીવનશૈલી એ ભારત ની આધારશિલા છે. સરકારી અને ખાનગી નોકરીઓની ઘટતી જતી સ્થિતિમા શ્રમ આધારિત રોજગાર ને મહત્વ આપવું જરૂરી છે એ અમે પહેલે થીજ માનીએ છીએ. ટ્રસ્ટ મરફતે પશુપાલન, સજીવ ખેતી, કાતણ – વણાટ, લધુ ઉદ્યોગો જેમા તેલ ઘાણી ને પ્રોત્સાહન , દૂધ અને તેની બનવટ, કાપડ અને તેની બનવટ તથા ખેત ઉત્ત્પાદનને લગતી સામગ્રી ના ઉત્ત્પાદન માટે પ્રોત્સહન મળતું રહ્યુ છે.
ઉત્તરાખંડ રાજ્ય માં ઊન ના કામ મા કાતણ – વણાટ ના કર્યો મા સફળતા મળી ઉપરાંત પાણીના પ્રવાહથી ચાલતી ફ્લોરમિલમાં ‘ગ્રિન આટા’ ના વેચાણમા ગ્રામીણ ક્ષેત્રે ગ્રામજનોને સારી રોજગારી મળી.
હસ્તકલા ક્ષેત્રે પણ ગ્રામ રોજગારીમાં પરંપરાગત કરિગરોને ટ્રસ્ટના માધ્યમથી માર્ગદર્શન મળ્યું છે.