દિવસે ને દિવસે શહેર ના સ્લમમા નિચલા મધ્યમવર્ગીય લોકો વધી રહ્યા છે જેમા, મોટા ભાગ ના લોકો આદિવાસી ગામડાઓ માંથી આવતા હોય છે તેઓ ને રહેણાંક ઉપરાંત આહાર , આરોગ્ય અને શિક્ષણ ને લગતા પ્રશ્નો હોય છે. આ અનુભવે અમે શહેર ના નિચલા મધ્યમવર્ગીય લોકો માટે કેટલાક પ્રયત્નો કર્યા જેમાં, ટિફિન સર્વિસ, કટલેરિ હોઝિયરિ, કાપડ વહેચાણ, કોમ્પ્યુટર જોબ વર્ક, અથણા - પાપડ – મસાલા વહેચાણ, કુરિયર સર્વિસ માટે સાયકલ સહાય, રેકળી – ફેરિ મરફતે રોજગાર તદુપરાંત નાની નાની તલિમો દ્વારા કૌશલવર્ધનનું કાર્ય કરી શહેરી રોજગાર માટે નો આત્મવિશ્વાસ જગાડી તેમના જીવનમાં અર્થઉપર્જન માં સહયોગ કર્યો.